લીંબું થયા સસ્તા, પ્રતિમણનો ભાવ 500 રૂપિયા સુધી જ બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 26 જૂન ને ગુરુવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, સીંગદાણા, ચણા, ગુવાર બી, કાળા તલ અને રાયડો તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 738 ક્વિન્ટલ એટલે કે 3690 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 2050 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 570 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 515 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1052, જીરુંના 3600, બાજરાના 496, જુવારના 953, મગના 1421, સીંગદાણાના 1403, ચણાના 1072, ગુવાર બીના 942, કાળા તલના 3030 અને રાયડાના 1182 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 500 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.