મોરબી : રાજપર ખાતે આવેલ રાજપર માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી, ડૉ.એન.જે.ફળદુ, મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત મોરબી, મારવણીયા ભરતભાઈ સરપંચ, મનોજભાઈ અઘારા ઉપસરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તલાટી કમ મંત્રી બાવરવા, રાજપર તાલુકા શાળા શિક્ષકગણ, ગ્રામજનો, વાલીઓ તથા મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 10ના વિદ્યાર્થીઓ સીણોજીયા ભવ્ય અશોકભાઈ અને ભટ્ટી પ્રિન્સ મહેન્દ્રભાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું. શાળાના શિક્ષકો કાલરીયા પ્રવીણભાઈ ટી., કાસુન્દ્રા શીતલબેન આર., પડસુંબીયા રાજુલ એસ. વગેરે વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા. મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. અધિકારી, મહેમાનો દ્વારા આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1થી 9ના બાળકોને શિક્ષણ કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળામાં પોતાની કક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉતીર્ણ થનાર તથા બાહ્ય પરીક્ષામાં મેરીટમાં આવનાર ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. છેવટે શાળાના આચાર્ય એન.આર.ફળદુએ કાર્યક્રમમાં મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.