મોરબી : મોરબીના રવાપર રોડ થી સાયન્ટિફિક જવાના રસ્તે આવેલ શિવ સોસાયટીમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદમાં ટીસી પાસે ઇલેક્ટ્રિક લાઇન ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે આ વિસ્તારમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી જેના કારણે વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. જોકે પીજીવીસીએલ ટીમને જાણ થતાં જ સ્થળ પર આવીને વીજળી ફરી ચાલુ કરવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા.