મોરબી : મોરબીની લાલપર તાલુકા શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં ગાંધીનગરથી ટેક્નિકલ શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મહેશભાઈ અઘારા, તાલુકા આરોગ્ય અધિકારી કોટડીયા સાહેબે હાજર રહી બાળકોને અને શાળા પરિવારને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં લાલપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.