મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોરબી જિલ્લા આંકડા અધિકારી એસ.એચ. પટેલ, આઇ. ટી.આઈ. મોરબીના લેક્ચરર કે. એમ.ભાલોડિયા અને આકાશભાઈ પટેલ, Crc. Co. રમેશભાઈ હુંબલ, SMC અધ્યક્ષ જતિનભાઈ વામજાએ ઉપસ્થિત રહી આંગણવાડીના 5 બાળકો, બાલવાટિકાના 31 બાળકો અને ધોરણ 1 ના 29 બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને શાળા પરિવાર દ્વારા મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 3 થી 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ 22 વિદ્યાર્થીઓ અને ગત વર્ષે શાળામાં સૌથી વધુ હાજરી આપનાર ત્રણ વિદ્યાર્થીઓનું શિલ્ડ દ્વારા જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન પામેલ અને પાસ થયેલ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને પ્રોત્સાહક પુરસ્કાર દ્વારા મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.શિલ્ડના દાતા Q.MAT CERAMICના ચિરાગભાઈ પ્રાણજીવનભાઈ ગામી, લંચબૉકસના દાતા વિનુભાઈ ગોવિંદભાઈ સનાળિયા, 500 નંગ નોટબુક અને 500 નંગ બોલપેનના દાતા સંજયભાઈ ગણેશભાઈ પરમાર અને 100 નંગ નોટબુક અને 100 નંગ પેન્સિલના દાતા મિલનભાઈ મોમૈયાભાઈ કુંભરવાડિયાનું શાલ ઓઢાડી શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.વર્તમાન સમયમાં કન્યા કેળવણી અને શિક્ષણના વધી રહેલા મહત્ત્વ, ટૅક્નિકલ શિક્ષણ, સરકારી શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ અંગે કે.એમ.ભાલોડિયા અને એચ.એસ.પટેલે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. મહેમાનોના હસ્તે સરગવો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં SMC સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિનીઓ તન્વી વિજયભાઈ બરાસરા અને રિંકુ વિજયભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા, ઇન્ચાર્જ આચાર્ય ઉષાબેન ઝાલરિયા, પ્રફુલભાઈ ફેફર, કાંતિલાલ જાદવ, ગૌરવભાઈ ચંદ્રાસલા, શિલ્પાબેન કાલરિયા, ચિરાગભાઈ ગામી, અશોકભાઈ ફેફર, સંજયભાઈ બાપોદરિયા, મનીષાબેન રાજપરા, યાજ્ઞિકભાઈ કાવર, પારુલબેન કુંભરવાડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.