આજે બપોર બાદ મોરબીમાં મેધાવી માહોલ વચ્ચે બે ઈચ સુધી વરસાદ થશે : રમેશ બસીયા ટંકારા: ગત 16 તારીખે ગુજરાતમાં ચોમાસુ બેઠું તે દિવસથી આજ સુધી હજુ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડે છે અને હજુ મહિનાની આખર સુધી 30 જુન સુધી આજ પેટનનો વરસાદ ચાલુ રહેશે. હાલ એક ટ્રફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ઝારખંડ અને તેના આસપાસમાં અપર એર સર્કયુલેશન (uac) સુધી લંબાઈ છે. એક અપર એર સર્કયુલેશન (uac) મધ્ય બંગાળની ખાડી પર ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠે છે. અને એક સિસ્ટમ ઉત્તરપ્રદેશના ભાગો પર છે. ઉપરોક્ત પરિબળોને લીધે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં હળવેથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. સિસ્ટમ લોકેશન આધારિત અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે. તાપમાન 30 થી 33 ડિગ્રી આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ વધુ રહેશે. તેમ હવામાન નિષ્ણાત રમેશ બસીયા (નાના ખીજડીયા - ટંકારા) દ્વારા જણાવાયું છે.