આ ટ્રસ્ટ આધારિત ક્લિનિકમાં નસ, સાંધા, પીઠ અને સ્નાયુના દુખાવા માટે સારવાર તેમજ EMG, NCV અને PFT ટેસ્ટ જેવી તપાસની સુવિધા એકદમ વ્યાજબી ભાવે મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી શહેરમાં આરોગ્ય સેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે, શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે તા. 27 જૂનના રોજ સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરવામા આવશે.આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ.જયંતિભાઈ ભાડેસિઆ (RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ઉપસ્થિત રહેશે. જ્યારે ગૌરવના અતિથિ તરીકે કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય, મોરબી માળિયા), દુર્લભજીભાઈ દેથરિયા (ધારાસભ્ય, ટંકારા-પડધરી), અને જયંતિભાઈ રાજકોટિયા (ભાજપ પ્રમુખ, મોરબી જિલ્લા) હાજરી આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ આધારિત ક્લિનિકનો હેતુ શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વ્યાવસાયિક સારવાર સગવડયુક્ત અને વાજબી દરે ઉપલબ્ધ કરાવવાનો છે. અહીં નસ, સાંધા, પીઠ અને સ્નાયુના દુખાવા માટે સારવાર તેમજ EMG, NCV અને PFT ટેસ્ટ જેવી તપાસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ક્લિનિક સોમવારથી શનિવાર, સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મોરબી શહેરના તમામ નાગરિકોને આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાની હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા-2, નાની કેનાલ રોડ,સનરાઈઝ વિલા પાસે, મોરબી મો.9512410099