મોરબી : ઓમ શક્તિ સાઉન્ડના સથવારે શ્રી બજરંગ ગૌસેવા મંડળ ગૃપ ઊંચી માંડલ ગામ સમસ્ત દ્વારા આવતીકાલ તા. 27-6-2025 ને શુક્રવારના રોજ શ્રી અલખધણી રામામંડળ બાલા હનુમાનજી ગૃપનો ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં તા. 27ના રોજ સવારે 9 કલાકે વરઘોડો અને સાંજે 6 કલાકે આખું ગામ ધુવાણાબંધ મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે સંતવાણીનું આયોજન કરાયું છે. આ સંતવાણીમાં ભજનિક મિત્તલબેન કલોલા (બેબી મિતલ) અને ભજનિક જયદીપભાઈ ભટ્ટી દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે.