રાણેકપરની યોજાયેલી પેટા ચૂંટણીમાં સાસુ-વહુની જીત હળવદ : હળવદ તાલુકાના જુના ઇસનપુર, જુના રાયસંગપુર, મંગળપુર, શ્રીજીનગર ગ્રામ પંચાયતની સામાન્ય અને રાણેકપર ગ્રામ પંચાયતના સરપંચની અને સભ્યની પેટા ચૂંટણીની મતગણતરી આજે યોજાઇ હતી. જેમાં શ્રીજીનગર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર માત્ર પાંચ મતે વિજેતા થયા હતા. જુના ઈશનપુર ગ્રામ પંચાયત જુના ઈશનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા સરપંચ પદે વિજેતા જાહેર થયા હતા. જ્યારે તેઓની પેનલમાં હેતલબેન દિલીપભાઈ પરમાર વોર્ડ નંબર-1, અમૃતબેન સોંડાભાઈ ચારોલા વોર્ડ નંબર-2, દિવ્યાબેન કરસનભાઈ પરમાર વોર્ડ નંબર-3, અનુબેન દિનેશભાઈ બારાણીયા વોર્ડ નંબર-6 અને પ્રવીણભાઈ દેવજીભાઈ મકવાણા વોર્ડ-7માંથી વિજેતા જાહેર થયા હતા. જ્યારે તેઓની સામેની પેનલમાં છગનભાઈ ભીમાભાઇ મકવાણા વોર્ડ નંબર-5, નીતાબેન મગનભાઈ વારાણીયા વોર્ડ નંબર-4 અને દિનેશભાઈ મૂળજીભાઈ મકવાણા વોર્ડ નંબર-8માંથી વિજેતા જાહેર થયા હતા.મંગળપુર ગ્રામ પંચાયત રાજેશભાઈ ધીરાભાઈ નગવાડીયાની 63 મતે સરપંચ તરીકે જીત થઈ છે. જ્યારે તેઓની પેનલમાં હેતલબેન નિકુલભાઇ નગવાડિયા વોર્ડ નંબર-1, સરોજબેન જીવાભાઈ નગવાડિયા વોર્ડ નંબર-6, ગીતાબેન પ્રકાશભાઈ નગવાડિયા વોર્ડ નંબર-7 અને ગોપાલભાઈ કેશાભાઈ સાપરા વોર્ડ નંબર-8માંથી જીત્યા હતા. જ્યારે સામેની પેનલમાં કસ્તુરીબેન ઘનશ્યામભાઈ ઉપહારીયા વોર્ડ નંબર-2, અક્ષયભાઈ પ્રતાપભાઈ કાંકરેચા વોર્ડ નંબર-3 અને નરેશભાઈ વશરામભાઈ રબારી વોર્ડ નંબર-5 માંથી જીત્યા હતા.જુના રાયસંગપુર ગ્રામ પંચાયત અંબારામભાઈ ઉકાભાઇ જાંબુકિયાની જુના રાયસંગપુર ગ્રામ પંચાયતના સરપંચ પદે 13 મતે વિજય થયો છે. જ્યારે આ ગ્રામ પંચાયતના આઠ સભ્યો અગાઉ જાહેર થયા હતા.રાણેકપર ગ્રામ્ય પંચાયત પેટા ચૂંટણીશીતલબેન રાજેશભાઈ ઉડેચા રાણેકપર ગ્રામ પંચાયતની યોજાયેલી પેટા ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા છે. જ્યારે વોર્ડ નંબર આઠમાં સભ્ય તરીકે કસ્તુરીબેન નવઘણભાઈ ઉડેચા જીત્યા હતા.