મોરબી : મોરબી તાલુકાની 13 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આજ રોજ હાથ ધરવામાં આવી હતી. સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને બપોર બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું હતું. તમામ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અને સભ્ય પદે ચૂંટાયેલા ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી.પરિણામની વાત કરીએ તો આમરણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે નિર્મળાબેન કારૂભાઈ અઘેરા વિજેતા થયા છે. તો રજીયાબાનુ સરફરાજભાઈ બુખારીનો પરાજય થયો છે. ડાયમંડનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રા વિજયી બન્યા છે તો કેશવજીભાઈ અમરશીભાઈ કાસુન્દ્રાનો પરાજય થયો છે. ધરમપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધમરશીભાઈ અંબારામભાઈ માકાસણાનો સરપંચ પદે વિજય થયો છે અને વજાભાઈ ગોવાભાઈ ભુંભરીયાનો પરાજય થયો છે. જેપુર ગ્રામ પંચયતમાં હર્ષાબેન હર્ષદભાઈ કાવઠિયાની સરપંચ પદે જીત થઈ છે. જ્યારે હર્ષાબેન દિનેશભાઈ સાણજાની હાર થઈ છે. જીવાપર (આ.) ગામની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના સભ્ય પદે ભુદરલાલ વિઠલાપરા ચૂંટાયા છે જ્યારે વોર્ડ નંબર 7માં દિનેશભાઈ કંઝારીયા જીત્યા છે. આંદરણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે લીલાબેન નિતેશકુમાર ચાવડા ચૂંટાયા છે. જ્યારે ડિમ્પલબેન મોહનભાઈ સોલંકીનો પરાજય થયો છે.ખરેડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ગાયત્રીબેન સરડવાની જીત થઈ છે તો મહેશભાઈ ડાભી અને વાસુદેવભાઈ ડાભીની હાર થઈ છે. ધૂળકોટ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે તૃપ્તીબેન નટવરલાલ રાઘવાણીની જીત થઈ છે જ્યારે નર્મદાબેન ધિરજભાઈ પરમારની હાર થઈ છે. લક્ષ્મીનગર ગામની ચૂંટણીમાં સમીમબેન સિકંદરભાઈ સુમરાનો વિજય થયો છે તો કાજલબેન અરજણભાઈ પરમારનો પરાજય થયો છે. ઉંટબેટ (શા.) ગામની ચૂંટણીમાં સુશીલાબેન હસમુખભાઈ ચોટલીયાનો વિજય થયો છે. જ્યારે રૂક્શાનાબેન વલીમામદ ઠેબાની હાર થઈ છે. મકનસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં નિલેશભાઈ દેવજીભાઈ પરમારની જીત થઈ છે. અણીયારી ગામના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં દિવ્યાબેન નવનીતભાઈ દેવમોરારી વિજેતા થયા છે. રાજપર (કું.) ગામની ચૂંટણીમાં સરપંચ પદે નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણીનો વિજય થયો છે તો પૂર્વીબેન સંદિપ મેંદપરાની હાર થઈ છે.