જબલપુર ગ્રામ પંચાયતના ચાર વોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર ટંકારા : ટંકારા તાલુકાની લજાઈ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં લજાઈના સરપંચ પદના ત્રણ ઉમેદવાર વચ્ચે જંગ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ મત મેળવીને રાજેન્દ્રભાઈ કાંતિલાલ વિઠલાપરાએ જીત મેળવી છે. જ્યારે મહેશભાઈ ખટાણા અને સુરેશભાઈ સોલંકીનો પરાજય થયો છે. તો આ તરફ જબલપુર ગ્રામ પંચાયતના ચાર વોર્ડની પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નંબર 3માં ભાવનાબેન ફેફર વિજેતા થયા છે. તો વોર્ડ નંબર 5માં દક્ષાબેન કાસુન્દ્રા, વોર્ડ નંબર 6 માં હંસાબેન કારાવડીયા અને વોર્ડ નંબર 7માં અલ્પેશભાઈ પ્રાણનો સભ્ય પદે વિજય થયો છે.