મોરબી : મોરબીમા એક ચોંકાવનારા બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.જો કે, આ બનાવમાં પોલીસે સગીર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી તેના વાલીને સોંપી આપ્યો હતો.આજના સમયમાં બાળકો નાની ઉંમરે જ પાન, માવા, ગુટખા અને સિગારેટ જેવા વ્યસનની ગર્તામાં ધકેલાઈ રહયા હોવાના અનેક બનાવો વચ્ચે મોરબી શહેરના વાવડી રોડ ઉપર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ખોડિયાર ડેરી સામે રહેતા 16 વર્ષ 4 માસની ઉંમરના સગીરને રોયલ સ્ટગ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે મિહિર બ્યુટી પાર્લર પાસેથી ઝડપી લીધો હતો.બાદમાં કાયદાના સંઘર્ષમાં આવેલ આ સગીરના વાલી વારસને બોલાવી ઠપકો આપી જરૂરી કાનૂની કાર્યવાહી બાદ સગીરને સોંપી આપ્યો હતો.