મોરબી : મોરબી શહેરના વિદ્યુતનગરમાં ગાયત્રી પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા રવિન્દ્રસિંહ જટુભા જાડેજા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.