મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામ નજીક ગત તા.22ના રોજ બાઈક લઈને જઈ રહેલા મયુરપરી રમેશપરી ગૌસ્વામી રહે.આંદરણા ગામ વાળને જીજે - 36 - એફ - 7988 નંબરની અર્ટિકા કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં મયુરપરીને માથાના ભાગે તેમજ જમણા પગમાં ઇજા પહોંચી હતી.અકસ્માતની આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક નાસી જતા બનાવ અંગે ઇજાગ્રસ્ત મયુરપરીના પિતા રમેશપરીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર નંબરને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.