મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના 11 વર્ષ પુર્ણ થતા સમગ્ર ભારતમાં સંકલ્પ સે સિદ્ધિ અભિયાનનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો પેકી એક એટલે આયુષ્માન ભારત યોજના અંતર્ગત 70 વર્ષ કે તેથી વધુની ઉંમરના વડીલોને 'આયુષ્માન વય વંદના કાર્ડ' કેમ્પનું આયોજન. જેમાં ભાજપ દ્વારા લાલપર ગામે આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન કરાયું હતું.ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ પડસુંબીયા, ધનજીભાઈ દંતાલીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, તાલુકા પંચાયત ચેરમેન રાજુભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય ગોરધનભાઈ સોલંકી, જાંબુડીયાના સરપંચ રમેશભાઈ કણસાગરા, પાનેલીના સરપંચ ગૌતમભાઈ હડીયલ, ભગવાનજીભાઈ બેાપલીયા, લાલપર સરપંચ રમેશભાઈ, ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા અને ગ્રામ પંચાયત સભ્યની ઉપસ્થિતિમાં લાલપર ગામે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં 70 વર્ષ કે તેથી વધુ ઉંમર ના 100% વડીલોને 5 લાખ સુધી મફત સારવાર મળે (આયુષ્યમાન વય વંદના કાર્ડ) એ પણ આવક મયાર્દા વિના એ લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટીએ આ અભિયાન હાથ ધર્યું છે.