ઇન્દિરાનગરમાં બિયરનો જથ્થો ઝડપાયો, ઘુંટુ નજીક 12 બોટલ દારૂ પકડાયોમોરબી : મોરબી શહેરમાં સીટી એ અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં વિદેશી દારૂ અને બીયરનો રૂપિયા 23 હજારથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં ઇન્દિરાનગરમાં દરોડા દરમિયાન આરોપી હાથ આવ્યો ન હતો. જ્યારે ઘુંટુ નજીક બી ડિવિઝન પોલીસે 12 બોટલ દારૂ સાથે એક શખ્સને દબોચી લીધો હતો.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા નજીક ઇન્દિરાનગરમાં આરોપી અશ્વિન રવજીભાઈ વાઘેલાના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડના બિયરના 30 ટીન કિંમત રૂપિયા 6600 ઝડપી લીધા હતા.જો કે, દરોડા દરમિયાન આરોપી અશ્વિન હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ઘુંટુ ગામે સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબો મનુભાઈ ઝાલાના રહેણાંકમાંથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 16,800નો જથ્થો કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.