મોરબી : મોરબીના જનકભાઈ બાબુભાઈ આદ્રોજાએ તેમનો જન્મદિવસ ભગવદભાવથી ઉજવીને સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમના પત્નીએ નક્કી કર્યું હતું કે જન્મદિવસની ઉજવણી વર્ષાઋતુમાં કીડીઓને ભોજન મળી રહે તે માટે કીડીયારું પૂરીને કરવી છે. જેથી જન્મદિવસે જનકભાઈ આદ્રોજાએ કીડીયારું પૂરીને જન્મદિવસ ઉજવ્યો હતો.