સામાન્ય ચૂંટણીમાં સૌથી ઓછું મોરબીના ધુળકોટમાં 58.17 ટકા અને પેટા ચૂંટણીમાં આંદરણામાં 39.21 ટકા મતદાન નોંધાયુમોરબી : મોરબી જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતની સામાન્ય, મધ્યસત્રીય અને પેટા ચૂંટણી માટે યોજાયેલ મતદાનમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નિરસતાપૂર્ણ મતદાન થયું હતું. જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાન હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે 97.49 ટકા અને સૌથી ઓછું ધુળકોટમાં 58.17 ટકા મતદાન થયું હતું. તો પેટા ચૂંટણીમાં સૌથી વધુ વાંકાનેરના પાજ ગામમાં 90.64 ટકા અને સૌથી ઓછું મોરબીના આંદરણામાં 39.21 ટકા મતદાન થયું હતું.મોરબી જિલ્લામાં રવિવારે કુલ 40 ગ્રામ પંચાયતો માટે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં 27 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી 79.57 ટકા અને 13 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં 63.56 મતદાન થયું હતું.જેમાં જિલ્લામાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં નોંધાયેલા 45044 મતદારોમાંથી અંદાજે 18577 પુરુષ અને 17128 મહિલા સહીત 35707 મતદારોએ મતદાન કર્યું હતું.જયારે પેટા ચૂંટણીમાં જિલ્લામાં 17257 મતદારોમાંથી 5838 પુરુષ અને 5053 મહિલા મતદારો સહીત 10891 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને ગ્રામીણ મતદારોએ ક્યાંક નીરસતા દાખવી હતી. તો ક્યાંય જાગૃતિપૂર્વક મતદાન થયું હતું.જિલ્લામાં ક્યાં કેટલું મતદાનમોરબી તાલુકો (74.70 %)આમરણ - 64.82 %ડાયમંડનગર - 81.45 %ધુળકોટ - 58.17 %જીવાપર(આ) 65.00 %ઉંટબેટ (શામપુર) 83.36 %રાજપર (કુ.) 74.32 %ધરમપુર 89.06 %લક્ષ્મીનગર 78.38 %_________________હળવદ તાલુકો (89.06 %)જુનાં વેગડવાવ - 89.90 %નવા વેગડવાવ - 97.49 %જુના ઇસનપુર- 91.45 %ઈશ્વર નગર - 84.18 %શીવપુર - 89.04 %જુના રાયસંગપુર - 86.11 %મંગળપુર - 92.74 %_________________વાંકાનેર (80.13 %)ભાટિયા - 59.22 %સિંધાવદર- વીડી ભોજપરા - 83.47 %કાશીપર - ચાંચડીયા - 89.75 %પંચાસીયા - 88.40 %ભેરડા - 87.26 %પીપળીયા રાજ - 92.34 %_________________ટંકારા તાલુકો (75.29 %)લજાઈ 69. 41%જબલપુર 81.17%_________________માળીયા (મી.) (77.10 %)બોડકી - 73.11 %ચાંચવદરડા - 81.95 %નંદનવન - 72.62 %_________________પેટા ચૂંટણી માટે થયેલ મતદાનમોરબી તાલુકો (55.61 %)મકનસર - 55.55 %જેપુર - 81.30 %આંદરણા - 39.21 %ખરેડા - 56.22 % અણીયારી - 85.27 %_________________વાંકાનેર તાલુકા (65.54 %)સતાપર - 84.20 %પાજ - 90.64 %ખીજડીયા - પીપરડી - 64.51 %હસનપર - 50.80 %શેખરડી - 88.50 %_________________હળવદ તાલુકો (77.17 %)રાણેકપર પેટા ચુંટણી - 77.17 %