લીંબુંના ભાવમાં સતત ઘટાડો, પ્રતિ મણના સૌથી ઉંચા બાવ 600એ પહોંચી ગયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 24 જૂન ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, મેથી, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, સુવાદાણા અને સીંગદાણા તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 485 ક્વિન્ટલ એટલે કે 2425 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 522 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 400 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 2040 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 924, જીરુંના 3670, બાજરાના 523, જુવારના 921, મગના 1450, મેથીના 850, ચણાના 1136, એરંડાના 1200, ગુવાર બીના 860, કાળા તલના 3239, સુવાદાણાના 1116 અને સીંગદાણાના 1600 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 340 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.