અકસ્માતમાં દર્દીના ચહેરાના તમામ હાડકા તૂટ્યા : આયુષ હોસ્પિટલે મોરબીમાં સૌપ્રથમ આવી જટિલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરીદર્દીના ચહેરા પર આંખોની આજુબાજુના, નાકના, બન્ને જડબા સહિતના હાડકામાં ફ્રેકચર થયા હતા : મોરબીના એક માત્ર પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડિયલે અતિ જટિલ ગણાતી આ સર્જરી કરીને દર્દીને સ્વસ્થ કર્યોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 19 વર્ષીય યુવાનનો અકસ્માત થતા ચહેરાના તમામ હાડકા તૂટી ગયા હતા. ત્યારે આ દર્દીની પેન ફેશિયલ ફ્રેક્ચરની જટિલ પ્લાસ્ટિક સર્જરી મોરબીમાં સૌપ્રથમવાર આયુષ હોસ્પિટલે કરી દર્દીને સ્વસ્થ કરી દેવામાં આવ્યો છે.આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ મોરબીમાં 19 વર્ષનો યુવાન બાઈક લઈ હાઈવે પર જતો હતો. ત્યારે અચાનક આગળ જઈ રહેલા ટ્રકે બ્રેક મારતા બાઈક ટ્રકમાં ઘૂસી જતાં ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. વધુ સારવાર માટે તેને આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આયુષ હોસ્પિટલમાં મોરબીના એક માત્ર પ્લાસ્ટિક સર્જન ડો.આશિષ હડિયલે દર્દીને તપાસ કરી સીટી સ્કેન કરાવતા પેન ફેશિયલ ફ્રેકચર એટલે કે દર્દીના ચહેરાના લગભગ બધા જ હાડકા તૂટી ગયા હતા. જેમ કે આંખોની આજુબાજુના ,નાકના , બન્ને જડબાના વિગેરે હાડકા ના ફ્રેકચર થયેલા હતા. ડો. આશિષ હડિયલ દ્વારા લેટેસ્ટ 3D ct scan ટેકનોલોજી દ્વારા પ્લાનિંગ કરી દર્દી પર જટિલ ઓપરેશન કરવામાં આવ્યું. બધા જ ફ્રેકચરને પાછા બેસાડી ટાઇટેનિયમ ધાતુની પ્લેટ અને સ્ક્રુ ફીટ કરવામાં આવ્યા હતા. ઉપર અને નીચેના જડબાને arch bar નાંખી તારથી બાંધી તુટી ગયેલા દાંતને નોર્મલ સ્થિતિમાં લાવવામાં આવ્યા હતાં.આ ઓપરેશન માટે દર્દી ને બેભાન કરવા માટેનું એનેસ્થેસિયા પણ જોખમી હતું. કારણ કારણકે નાક કે મોના ભાગથી ટ્યુબ નાખવી શક્ય ના હોવાથી submental intubation એટલે કે દાઢીના નીચેના ભાગમાંથી નાનું હોલ બનાવી ટ્યુબ નાખવામાં આવી હતી. એનેસ્થેસિયા ડૉક્ટરોની ટીમનું પણ સારૂ યોગદાન રહ્યુ હતુ. ઘર આંગણે દર્દીને જટિલ ઓપરેશન કરી આયુષ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવતા દર્દી અને સગાએ ડોક્ટર અને હોસ્પિટલનો આભાર માન્યો હતો.