જય ગોપાલના નારા અને આતશબાજી કરીને કરાઈ ઉજવણી ટંકારા : આમ આદમી પાર્ટી (AAP) એ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ જીતની ઉજવણી ટંકારામાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોએ 'જય ગોપાલ, જય ગોપાલ'ના ગગનભેદી નારા સાથે ફટાકડા ફોડી અને એકબીજાના મોઢા મિઠા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉજવણી દરમિયાન ટંકારા લતીપર ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 'જય ગોપાલ'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આતશબાજીના રંગબેરંગી પ્રકાશથી આકાશ ઝગમગી ઉઠ્યું, આ પ્રસંગે સ્થાનિક આગેવાન પ્રકાશ દુબરીયાએ જણાવ્યું કે, 'વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, અને આ જીત લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની જવાબદારી લાદે છે.' આ તકે ટંકારા આપ સંગઠન પ્રમુખ નરોત્તમ ગોસરા, ઉપપ્રમુખ રાજેશ રૈયાણી ટંકારા ટિમના ધર્મેન્દ્ર કક્કડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા