આંકડાશાસ્ત્રના પેપરમાં 35, ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 71 અને ભૂગોળના પેપરમાં 11 વિદ્યાર્થીઓ ગેરહાજરમોરબી : આજે તા. 23-6-2025ના રોજ ધોરણ 12ની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં મોરબી ઝોન 35માં સવારે લેવામાં આવેલ આંકડાશાસ્ત્ર-135ના પેપરમાં 35, ભૌતિક વિજ્ઞાન -54 પેપરમાંમાં 71 અને ભૂગોળ -148ના પેપરમાં 11 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં આંકડાશાસ્ત્ર-135ના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 184માંથી 149 વિદ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે 35 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ અંગ્રેજી માધ્યમમાં તમામ 5 વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આમ કુલ 189 માંથી 154 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 35 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાન - 54 પેપરમાં ગુજરાતી માધ્યમમાં 245માંથી 178 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 67 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 9 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. આમ કુલ 258 વિદ્યાર્થીઓમાંથી 187 હાજર જ્યારે 71 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ ભૂગોળ-148ના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 6 વિદ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે 11 ગેરહાજર રહ્યા આમ કુલ 17 માંથી 11 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.