મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 23 જૂન ને સોમવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, ચણા, કાળા તલ અને રાય તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 602 ક્વિન્ટલ એટલે કે 3010 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 513 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 380 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 1860 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1024, જીરુંના 3640, બાજરાના 516, જુવારના 951, મગના 1136, ચણાના 1090, કાળા તલના 3166 અને રાયના 1253 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 280 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.