મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા 24 આવાસોનુ પેન્ડિંગ લિસ્ટ ઓપરેટ કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી.આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા 12 લાભાર્થીઓએ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. આ લાભાર્થીઓને દસ્તાવેજની ચકાસણી કરી નિયત થયેલ લાભાર્થી ફાળો ભરપાઈ કરેલ 6 લાભાર્થીઓને કામધેનુ બાયપાસ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના AHP ઘટક અંતર્ગત નિર્માણ થયેલ આવાસોની ફાળવણી મહાનગરપાલિકા ખાતે કમિશનરના હસ્તે કરવામાં આવી હતી.