વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને 27 જૂન સુધી માર્કશીટ મોકલી આપવા અનુરોધમોરબી : મોરબી જિલ્લા ગોપાલક એજ્યુકેશન કમિટી દ્વારા આગામી તારીખ 13 જુલાઈ ને રવિવારના રોજ પ્રથમ વાર્ષિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહ 13 જુલાઈના રોજ મોરબીના ધરમપુર રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ઘનશ્યામપૂરી બાપુ (થરા)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.આ સન્માન સમારોહમાં વર્ષ 2024-25માં મોરબી જિલ્લાના ધોરણ 10-12 તેમજ વિવિધ ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ તથા આ વર્ષે લાગેલા નવનિયુક્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ આગામી તારીખ 27 જૂન સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. માર્કશીટ મોકલવા માટે માળિયા તાલુકામાં રમેશભાઈ મેવાડા (મો.નં. 9723497614), રાયમલભાઈ શિયાર (મો.નં. 9558405884), હળવદ તાલુકામાં દિપકભાઈ ટોયટા (મો.નં. 9727958019), મંજીભાઈ શિયાળ (મો.નં. 9913765341), મોરબી તાલુકામાં કિશન ભગત (મો.નં. 9377127106), હિતેષભાઈ બાંભવા (મો.નં. 7874287377), વાંકાનેર તાલુકામાં રાજેશભાઈ ઝાપડા (મો.નં. 9586005376), ડાયાભાઈ એમ. સરૈયા (મો.નં. 9879511772), ધનજીભાઈ ઝાપડા (મો.નં. 9228180349), ટંકારા તાલુકામાં રમુભાઈ ચિરોડીયા (મો.નં. 9429540609), કાનાભાઈ જુંજા (મો.નં. 9978085536), ખોડાભાઈ ઝાપડા (નિ. આર્મી) (મો.નં. 9427967580)નો સંપર્ક કરવા જણાવાયું છે. સન્માન સમારોહમાં કોઈ દાતાઓને સહયોગ આપવો હોય તો 25 જૂન સુધીમાં રાયમલભાઈ શિયાર (મો.નં. 9558405884), કિશન ભગત (મો.નં. 9377127106), હિતેષભાઈ (મો.નં. 7874287377) પર સંપર્ક કરવા જણાવાયું છે.