મોરબી : ગીતાંજલી વિદ્યાલયના ઉપક્રમે તથા ફ્રેન્ડ્સ કલબ અને Firstcry Morbi ના સૌજન્યથી બીટી સવાણી કિડની હોસ્પિટલ, કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન અને સન્ડે સ્કૂલ દ્વારા તા. 25-6-2025 ને બુધવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમ્યાન ગીતાંજલી વિધાલય, વૈભવનગર, સોસાયટી, સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દરમ્યાન ગીતાંજલિ વિદ્યાલયમાં વિનામૂલ્યે હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વેલસ્કોપની (મોઢાની) તપાસ કરી આપવામાં આવશે. તેમજ આ કેમ્પમાં 12 વર્ષથી ઉપરની ઉંમરના તમામ વ્યક્તિઓને ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે. તેમજ સમાજમાં જાગૃતિ ફેલાવવા કેન્સર, એનિમિયા અને કિડની સંબંધિત રોગો વિશે સમજૂતી આપવામાં આવશે. વધુ માહિતી માટે ગીતાંજલી વિદ્યાલય મો. નં. 7016278907 / 8401460641, Firstcry મો. નં. 9725051876, કુંડારિયા ફાઉન્ડેશન મો.નં. 7778927170 અને મીનુ જસદણવાળા મો. નં. 9228191919 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.