કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે સર્જાયો અકસ્માત : જેનો હાથ કપાયો તેના જ પુત્રને પણ ગંભીર ઇજા, વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયોમોરબી : મોરબીમાં આજે બે રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું બનાવ સામે આવ્યો છે.જેમાં એક યુવકનો હાથ કપાઈને નોખો થઈ ગયો છે. જ્યારે તેના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે શ્રીનાથ કોમ્પ્લેક્ષ પાસે આજે સવારે બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફર તરીકે બેઠેલા પિન્ટુભાઈ જયભાઈ ગુપ્તા ઉ.વ.40નો હાથ કપાઈને નોખો થઈ ગયો હતો. જ્યારે તેમના પુત્ર આયુષ પિન્ટુભાઈ ગુપ્તાને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી સિવિલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી છે.