મોરબી : મોરબી શહેરના બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલ પાસે જીજે- 14 - એક્સ - 8115 નંબરના ટ્રક કન્ટેનર ચાલકે જીજે - 36 - એએચ - 3398 નંબરનું બાઈક લઈને જઈ રહેલા અમરશીભાઈ પરસોત્તમભાઈ કણઝારીયા ઉ.60 રહે.ગોકુલનગર, શનાળા વાળાને હડફેટે લઈ શરીરે ઇજાઓ પહોંચાડી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.