8 જુલાઈ થી 13 જુલાઈ સુધી હેપીનેસ પ્રોગ્રામનું આયોજન મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી દ્વારા ગુરુપૂર્ણિમા સ્પેશિયલ હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જુલાઈ થી 13 જુલાઈ સુધી આ હેપ્પીનેસ પોગ્રામ યોજાશે. આ કાર્યક્રમ મોરબીના રવાપર રોડ પર આવેલા શ્રી શ્રી હોલ ખાતે યોજાશે. જેમાં અલગ અલગ બે કાર્યક્રમનું આયોજન કરાયું છે.પ્રથમ કાર્યક્રમની વાત કરીએ તો ગુરુપૂર્ણિમા સ્પેશિયલ હેપીનેસ પ્રોગ્રામ સુદર્શન ક્રિયા તારીખ 8 જુલાઈ થી 13 જુલાઈ સુધી સવારે 5 થી 8 વાગ્યા સુધી યોજાશે. જેમાં ટીચર ડો. સંજયભાઈ બાણુગરીયા અને પારુલબેન બાણુગરીયા ઉપસ્થિત રહેશે. જેમાં રજીસ્ટ્રેશન માટે https://aolt.in/881583 લિંક પર ક્લિક કરવું. વધુ માહિતી માટે મો. નં. 9825331160, 8799635368, 9879719076, 9825231160 પર સંપર્ક કરવા જણાવ્યું છે. જ્યારે બીજો હેપીનેસ પ્રોગ્રામ 8 જુલાઈ થી 13 જુલાઈ સુધી બપોરે 3:30 થી 6 વાગ્યા સુધી યોજાશે જેમાં ટીચર તરીકે હીનાબેન પારેખ અને હંસાબેન પેથાપરા ઉપસ્થિત રહેશે. જેમાં રજિસ્ટ્રેશન માટે http://aolt.in/885237 પર ક્લિક કરવા જણાવ્યું છે.વધુ માહિતી માટે મો. નં. 9979403131, 97129095154 પર સંપર્ક કરવો.