મોરબી : 21મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે મોરબીની દોશી અને ડાભી હાઈસ્કૂલ ખાતે શાળામાં કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દરમ્યાન શાળાના વ્યાયામ શિક્ષક એન. ડી. ગઢીયાએ સૌને પ્રાણાયામથી શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ વિવિધ પ્રકારના યોગાસનો કરાવ્યા હતા. સાથે જ પ્રાણાયામ અને યોગાસનો કરવાથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ સમજાવ્યા હતા. વિદ્યાર્થીઓને નિયમિત રીતે યોગ કરી અને પોતાનું શરીર અને મન તંદુરસ્ત તથા સ્ફૂર્તિલું રાખે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગનાં અંતે શાળાના આચાર્યએ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ તે બાબતે સમજ આપી હતી. જેમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી શરૂ થવા પાછળ પ્રાચીન ભારતીય પ્રણાલિકા મુજબની સારા સ્વાસ્થ્ય પાછળ યોગ અને પ્રાણાયામ જવાબદાર હતા. એવું સંયુક્ત રાષ્ટ્રએ નોંધ્યું તેનાં લીધે સંયુક્ત રાષ્ટ્ર એ 21 જૂન 2014ના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની માન્યતા કાયમ કરી, 2015થી આ દિવસ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના 710 બાળકો અને શૈક્ષણિક બિન શૈક્ષણિક મળીને 15 જેટલા સ્ટાફ એ એમ કુલ 725 લોકોએ ભાગ લીધો હતો. તેમ શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.