શ્રમિકના રેસ્ક્યુ માટે મોરબીથી ફાયર વિભાગની ટિમ રવાના ટંકારા : ટંકારા તાલુકાના મિતાણાથી લઈ નેકનામ સુધી આજે બપોર બાદ ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન નેકનામ- રોહિશાળા વચ્ચે એક શ્રમિક પાણીમાં ફસાયો હોવાનો પણ બનાવ સામે આવ્યો છે. જેને લઈને સ્થાનિક તંત્રએ તુરંત જાણ કરતા મોરબીથી ફાયર વિભાગની ટિમ રેસ્ક્યુ માટે રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ નેકનામ સ્મશાનની દીવાલ પણ પડી છે. જો કે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ નથી.