પોલીસે બોલેરો વાહન કબ્જે કરી 45 અબોલજીવને બચાવ્યામોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર રવિરાજ ચોકડી નજીકથી પોલીસે બોલેરો વાહનમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવી રહેલા 45 ઘેટા બકરા સાથે કચ્છ અને મોરબીના એક શખ્સને ઝડપી લઈ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા સબબ કાર્યવાહી કરી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - માળીયા નેશનલ હાઇવે ઉપર ગઈકાલે બપોરના સમયે જીજે - 12 - બીએક્સ - 1559 નંબરની બોલેરો ગાડી અટકાવી તલાશી લેતા વાહનમાં 45 ઘેટા અને બકરા ઘાસ ચારાની વ્યવસ્થા કર્યા બગર ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવતા પોલીસે તમામ અબોલ જીવને કતલખાને ધકેલવા જઈ રહેલા આરોપી હસમશા બાકરશા શેખ રહે.અંજાર, કચ્છ અને મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા આરોપી વાલજી સવસીભાઈ વાઘેલાને અટકાયતમાં લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ રામજીભાઈ શિવાભાઈ મૈયારાની ફરિયાદને આધારે પશુ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી હતી.