ટંકારા : ટંકારા પંથકના અનેક વિસ્તારોમાં બપોરની મેઘસવારી અવિરત ચાલુ છે. તેવામાં બપોરે બે કલાકમાં મિતાણા પાસે આવેલ ડેમી-1 ડેમમાં 55 મિમી તો મચ્છુ-1 ડેમમાં 29 મિમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે ડેમોમાં નવા નિરની આવક થઈ છે. બીજી તરફ સાંજના પણ મિતાણા, નેકનામ, હમીરપર સહિતના ગામડાઓમાં હજુ વરસાદ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.