મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય રહી છે. ત્યારે આજરોજ ગ્રામ પંચાયત ચૂંટણી અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ મતદાન મથકોની પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા વિઝીટ કરવામાં આવી હતી. તેઓએ પોલીસ બંદોબસ્ત અને મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.