મોરબી : આજે રવિવારના રોજ મોરબીમાં અનેક જગ્યાએ વરસાદનું આગમન થયું હતું. ત્યારે મોરબીના લાલપરમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રોડ પર ઠેર ઠેર પાણી પણ ફરી વળ્યા હતા અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા. વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો.