મોરબી : મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા હાલ કુંડીઓની સફાઈ કરવામાં આવી રહી છે. જોકે આ સફાઈમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા રોબોટની મદદ લેવાઈ રહી છે. મહત્વનું છે કે ડ્રેનેજ શાખામાં GUDM દ્વારા થોડા સમય પહેલા રોબોટ આપવામાં આવ્યા હતા. આ રોબોટને હવે મહાનગરપાલિકાએ કામગીરીમાં ઉતાર્યા છે. આ રોબોટ મારફતે તારીખ 5 જૂનથી 11 જૂન સુધી મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કુલ 17 જેટલી ફરિયાદોનો નિકાલ કર્યો હતો. રોબોટે જે તે જગ્યાએ જઈને કુંડીઓમાંથી ગાર અને કચરો કાઢી કુંડીની સફાઈ કરી હતી. મહત્વનું છે કે, કુંડીની સફાઈ માટે અત્યાર સુધી માણસો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવતી હતી. જેમાં ઘણી વખત અણ બનાવો પણ બનતા હતા. ત્યારે મોરબી મહાનગરપાલિકામાં થોડા સમય પહેલા જ આ રોબોટ આવ્યા હતા ત્યારે હવે આ ટેકનોલોજીની મદદથી ગટરની કુંડીઓની સફાઈ કરવામાં આવી રહી છે.