મોરબી : મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા ગૌશાળામાં ગાય માતા અને નંદી મહારાજને લાડવા ખવડાવવામાં આવ્યા હતા. આ માટે વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓએ જાતે 125 કિલો લાડવા તૈયાર કર્યા હતા અને આ લાડવા શકત શનાળા સ્થિત ટોબરીયા હનુમાનજી ગૌશાળા ખાતે ગાય માતા અને નંદી મહારાજને પોતાના હાથે ખવડાવવામાં આવ્યા હતા.