સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીમાં 79.34 ટકા તથા પેટા ચૂંટણીમાં 63.11 ટકા મતદાન નોંધાયુંમોરબી : મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું છે. જેમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીમાં 79.34 ટકા તથા પેટા ચૂંટણીમાં 63.11 ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં 71.22 ટકા મતદાન થયું છે.સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 75.26 ટકા, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 87.42 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 80.19 ટકા, માળિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 77.10 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 71.61 ટકા મળી સરેરાશ 79.34 ટકા મતદાન થયું છે. પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 54.55 ટકા, હળવદ તાલુકાની 1 ગ્રામ પંચાયતોમાં 76.59 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 65.90 ટકા મળી સરેરાશ 63.11 ટકા મતદાન થયું છે.