સવારે 7થી બપોરે 1 વાગ્યા દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 45.72 ટકા તથા પેટા ચૂંટણીમાં 38.85 ટકા મતદાન નોંધાયુંમોરબી : મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7થી બપોરે 1 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 45.72 ટકા તથા પેટા ચૂંટણીમાં 38.85 ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં 42.28 ટકા મતદાન થયું છે.સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 44.58 ટકા, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 47.74 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 46.19 ટકા, માળિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 48.05 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 41.75 ટકા મળી સરેરાશ 45.72 ટકા મતદાન થયું છે. પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 31.77 ટકા, હળવદ તાલુકાની 1 ગ્રામ પંચાયતોમાં 44.82 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 42.21 ટકા મળી સરેરાશ 38.85 ટકા મતદાન થયું છે.