ટંકારા : ટંકારા તાલુકામાં લજાઈ અને જબલપુરમાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં લજાઈમાં 3653 મતદારોમાથી 1353 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ 37.05% મતદાન થયું છે. જબલપુર ગામે ચાર વોર્ડમાં કુલ 839 મતદારો માથી 523 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ 62.34%મતદાન નોંધાયું છે.