ટંકારા : ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ ભારે વરસાદ પડ્યો છે. મિતાણાથી લઈ પડધરી સુધી તમામ ગામોમાં સારો વરસાદ રહ્યો છે. જેમાં નેકનામ ગામે સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારી ચોપડે માત્ર તાલુકા મથકનો જ વરસાદ નોંધાતો હોય છે. પરંતુ નેકનામ ગામના કાનજીભાઈ માકાસણાસ જણાવ્યું કે વરસાદ એ કુદરતના આશીર્વાદ છે. તેના ઉપર જ લોકો નિર્ભર છે. માટે તેઓએ શોખથી વરસાદ માપવાનું યંત્ર વસાવ્યું છે. જેમાં આજે નેકનામ ગામે 87 મિમી એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.