વાંકાનેર : આજે વિશ્વ યોગ દિવસનાં અવસરે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રામ કોમ્પલેક્ષ, માર્કેટ ચોક ખાતે યોગા કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં વાંકાનેર પ્રાંત અધિકારી સાકરીયા, મામલતદાર સાનિયા, નગરપાલિકા ચીફ ઓફિસર સરૈયા, તાલુકા વિકાસ અધિકારી સોલંકી, નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, નગરપાલિકા ઉપ પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, વાંકાનેર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા સહિત સૌ આગેવાનો, સ્કૂલનાં વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતાં...