વિદ્યાર્થીઓ, શિક્ષકોએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે કર્યા યોગમોરબી : આજે 21 જૂનના રોજ મોરબી જિલ્લાભરમાં આવેલી વિવિધ શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગ કર્યા હતા.આંબાવાડી તાલુકા શાળા ખાતે યોગ દિવસની ઉજવણીમોરબીની આંબાવાડી તાલુકા શાળા ખાતે આજ રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેદસ્વિતામાંથી ઓજસ્વીતા તરફ લઈ જનારું મહર્ષિ પતંજલિનું વિશ્વને આપેલું વરદાન એટલે યોગ. યોગ હવે માત્ર આપણા દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર બની રહી છે. ત્યારે આંબાવાડી તાલુકા શાળાના આચાર્ય મુકેશભાઈ મારવણીયા અને તેમના શાળા સ્ટાફ દ્વારા યોગ દિવસના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, ભાજપ અગ્રણી બચુભાઈ અમૃતિયા, બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, બાબુલાલ દેલવાડીયા, ઉમેશભાઈ પટેલ, શૈલેષભાઈ કાલરીયા, ડૉ .શૈલેષભાઈ રૂપાલા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગ ટ્રેનર તરીકે મોનિકાબેન આદરોજા, પ્રાણજીવનભાઈ વિડજા, શૈલેષભાઈ કાલરીયાએ સુંદર નિદર્શન પૂરું પાડ્યું હતું.ટંકારા દેવકુંવર શૈક્ષણિક સંકુલમાં યોગ દિવસ ઉજવાયો21 જૂનના રોજ સવારે ટંકારા સ્થિત દેવકુંવર શૈક્ષણિક સંકુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને યોગ વિશે જાણકારી આપવામાં આવી હતી કે યોગ એ માત્ર કસરત નથી તે જીવન જીવવાનો એક શિસ્તબદ્ધ અને સંતુલિત માર્ગ છે. યોગ વ્યક્તિના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંકુલના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.થારાળા શાળામાં યોગ દિવસની ઉજવણીથોરાળા પ્રાથમિક શાળામાં આજરોજ 11મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને વિધાર્થીઓ એમ કુલ 145 લોકોની ઉપસ્થિતિમાં શારીરિક અને માનસિક સ્થિતિના જોડાણના ભાગરૂપે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીની પી.જી. પટેલ કોલેજમાં અનોખી રીતે વિશ્વ યોગ દિવસ ઉજવાયોપ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ સંચાલિત પી.જી.પટેલ કોલેજ એક એક એવી કોલેજ છેકે જ્યાં ૨૧ જુન ના એક જ દિવસે નહિ પરંતું છેલ્લા 7 વર્ષોથી અવિરતપણે કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે શિક્ષણ કાર્યની શરૂઆત યોગ દ્વારા જ કરે છે. ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં HDFC બેંકના સયુંકત ઉપક્રમે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સ્ટાફગણ HDFC બેંકના મેનેજર નૈમિષ ભટ્ટ તથા HDFC બેંક સ્ટાફ જોડાયા હતા. મુખ્ય મેહમાન તરીકે દેના બેંકના નિવૃત અધિકારી હર્ષદભાઈ મણીયાર અને સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને યોગ વિષે માર્ગદર્શિત કર્યા હતા. આ તકે હર્ષદભાઈ મણીયારે 75 વર્ષની વયે પણ શીર્ષાસન અને મયુરાસન કરીને વિધાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે કોલેજના આચાર્ય, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર વક્તવ્યો રજુ કરવામાં આવ્યા હતા અને કોલેજ દ્વારા આયોજિત યોગ કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આદર્શ સ્કૂલમાં મહિલાઓ દ્વારા યોગનું આયોજનઆજે ફિટનેસ વુમન ગ્રુપ તથા ઉમિયા મહિલા સમિતિ દ્વારા આદર્શ સ્કૂલમાં યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ઘણી બધી મહિલાઓએ પોતાનો સમય ફાળવીને કાજલબેન આદ્રોજાના માર્ગદર્શન હેઠળ સૂર્યનમસ્કાર, યોગા, પ્રાણાયામ અને ગણી બધી કૃતિઓ કરી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે કાજલબેન આદ્રોજા, ભારતીબેન રંગપરીયા, શારદાબેન આદ્રોજા, કંચનબેન કાનાણી, હેતલબેન, ભૂમિબેન, ઈન્દુબેન, સુકેતાબેન સહિતના હાજર રહ્યા હતા.મોરબીની સ.વ.પ. કન્યા વિદ્યાલય યોગ દિવસની ઉજવણીમોરબીની સ.વ.પ. કન્યા વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પારૂલબેન હિરપરા, સુપરવાઈઝર વર્ષાબેન પાટમરી, શિક્ષક મહેન્દ્રભાઈ કચોટ તથા ધર્મેશભાઈ કાસુન્દ્રા તથા સમગ્ર શાળા પરિવારે સાથે મળીને યોગ કર્યા હતા અને આયોજનને સફળ બનાવ્યું હતું.