તાલુકા પોલીસે ટાટા સફારી કાર અને 48 બોટલ દારૂ કબ્જે કર્યોમોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક સોસાયટી નજીક દરોડો પાડી કારમાં વિદેશી દારૂની હેરફેર કરી રહેલા બે શખ્સોને 48 બોટલ દારૂ સાથે ઝડપી લઈ કુલ રૂ.7.72 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટીમાં દરોડો પાડી જીજે - 05 - સીપી - 1734 નંબરની ટાટા સફારી કાર લઈને નીકળેલા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો રુગનાથભાઈ એરણીયા તેમજ દર્શનભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વરાણીયા રહે.બન્ને શિવપાર્ક વાળાને અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 62,400 મળી આવતા પોલીસે એક મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર તેમજ 3 લાખની કિંમતની કાર સહિત કુલ રૂ.3,72,400નો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.