અંદાજે 400 કિલો જેટલા પથ્થરો અને સિમેન્ટની પાર સહિતની વસ્તુઓ નીકળીમોરબી : મોરબીમાં ભૂગર્ભ ગટરની સમસ્યાઓ વકરી રહી છે. તેવામાં બીજી વખત સામે આવ્યું છે કે ભૂગર્ભ ગટરની કુંડીમાંથી મસમોટા પથ્થરો નીકળ્યા હોય. આમ ટીખળખોરોની આ હકરતથી અનેક નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાને કારણે મહાપાલિકા દ્વારા વીસીપરામા ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ વેળાએ મોટા પથ્થરો, સિમેન્ટની પાર સહિતની વસ્તુઓ ભૂગર્ભ ગટરની કુંડીમાંથી મળી આવી હતી. જેના કારણે ભૂગર્ભ ગટર આખી ચોકઅપ થઈ ગઈ હતી. અંદાજે 400 કિલો જેટલા પથ્થરો સહિતની વસ્તુઓ આ કુંડીઓમાંથી નીકળી હતી. બીજી તરફ અમુક ટીખળખોર તત્વોએ લોકોને પરેશાન કરવા માટે આ હરક્ત કરી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ મામલે તપાસ કરાશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે.