ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાત રમેશભાઈ બસીયાએ વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે, આજે 21 જૂન શનિવારથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. હાલ બિહાર આસપાસ એક લો પ્રેસર છે અને એક અપર એર સર્કયુલેશન UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન ઉપર છે. આ બંને સિસ્ટમ વચ્ચે એક ટ્રફ બનેલો છે તે ગુજરાત રાજ્ય સુધી લંબાશે અને મી ડલેવલમાં ભેજનું પ્રમાણ આજ સાંજથી વધવા લાગશે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં જોવા મળશે.જેના કરણે 21 જૂન થી 25 જૂન સુધી હળવો, મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને કચ્છનો અમુક ભાગ, સુરેન્દ્રનગર તથા મોરબી જિલ્લામાં વરસાદની સંભાવના પ્રબળ છે. 21 થી 25 જૂન દરમિયાન મોરબીમાં વરસાદી હવામાન, વાદળછાયું વાતાવરણ અને સંભવતઃ મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળશે. તાપમાન 30-35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહશે. સાથે ઊંચા ભેજનું પ્રમાણ (70-80%) અને પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી પવનની ઝડપ 15-25 કિમી/કલાક રહેશે તેમ હવામાન નિષ્ણાત રમેશભાઈ બસીયાએ જણાવ્યું છે.