સરકારી વકીલ વિજયભાઈ જાનીના નિવાસ સ્થાને ઉતારો : સાંજે શિશુ મંદિરે ધર્મસભાહળવદ : હળવદમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની પધરામણી થઈ છે. જેથી ભાવિકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ રહ્યા છે. હજુ આવતીકાલે સવાર સુધી શંકરાચાર્ય હળવદ મુકામે જ રહેવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.દ્વારકા શારદાપીઠના જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી ગઈકાલે હળવદ પધાર્યા હતા. તેઓ મામાના ચોરા પાસે આવેલ સરકારી વકીલ વિજયભાઈ જાનીના નિવાસ સ્થાને બિરાજ્યા છે. અહીં હજુ આવતીકાલ સવાર સુધી તેઓનો ઉતારો છે. ગઈકાલથી અહીં સતત ભાવિકોનો પ્રવાહ દર્શન કરવા આવી રહ્યો છે. ધારાસભ્ય સહિતના અનેક લોકોએ તેઓના દર્શનનો લાભ લીધો છે. વધુમાં આજે સાંજે 5:30 કલાકે તેઓની અધ્યક્ષતામાં શિશુ મંદિરમાં ધર્મ સભા યોજાનાર છે.