ડમ્પર ચાલકની બેદરકારીને કારણે છકડો રીક્ષા ચાલકનું મૃત્યુમોરબી : મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા અને લૂંટાવદર ગામ વચ્ચે રાત્રીના સમયે રોડ ઉપર કોઈ સિગ્નલ કે આડશ રાખ્યા વગર ઉભેલા ડમ્પર પાછળ છકડો રીક્ષા અથડાતા છકડો રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.17ના રોજ રાત્રીના સમયે મોરબી નવલખી હાઇવે ઉપર બરવાળા અને લૂંટાવદર ગામની સીમમાં જીજે - 36 - ટી - 4700 નંબરના ડમ્પર ચાલકે રોડ ઉપર કોઈપણ જાતના સિગ્નલ કે આડશ રાખ્યા વગર ડમ્પર ઉભું રાખી દેતા જીજે - 03 - એયું - 5034 નંબરની છકડો રીક્ષા ચાલક રાજુભાઇ માનસિંગભાઈ હળવદીયા ઠાઠામા અથડાતા છાતીના ભાગે તેમજ વાંસાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે મૃતકના ભાઈ રવિભાઈ માનસંગભાઈ હળવદીયા રહે.લીલાપર રોડ, મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.