મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 21 જૂન ને શનિવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, ચણા, ગુવાર બી અને કાળા તલ, મેથી અને વરિયાળી તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 456 ક્વિન્ટલ એટલે કે 2280 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 525 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 390 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ભાવ 1992 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 980, જીરુંના 3650, બાજરાના 557, જુવારના 907, મગના 1491, ચણાના 1114, ગુવાર બીના 934, કાળા તલના 2822, મેથીના 900 અને વરિયાળીના 1005 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1700 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 260 રૂપિયા, કાકડીના 700 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.