મોરબી : મોરબી જિલ્લામાં આજે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ હતી. આ વેળાએ સાસંદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, કલેકટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી, ડીઆરડીએ ડાયરેક્ટર એન.એસ. ગઢવી, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક જયંતીભાઈ ભાડેસિયા, મનો દિવ્યાંગ બાળકો સહિતના જોડાયા હતા. અંદાજે 2300 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.